યુવાવસ્થા જાળવવા માટે કરો આ એક માત્ર ઉપાય, 50ની ઉંમરમાં પણ લાગશો 30 ના, મહિલાઓ ખાસ વાંચો…

આજના આ સમયમાં લોકો પોતાને બીજાથી શ્રેષ્ઠ દેખાય તેમ ઇચ્છતા હોય છે.પોતાની યુવાની જળવાઈ રહે તે માટે મહિલાઓ ઘણા ઉપાય કરતી હોય છે અને મેડિકલ દવાઓનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ દવાઓના ઉપયોગથી તેમના સ્વાસ્થ્ય પર અસર પડે છે અને ગંભીર બીમારીઓના શિકાર થાય છે આ માટે આ લેખમાં અમે તમને એક રામબાણ ઉપાય બતાવવા જઈ રહ્યા છે તો ચાલો જાણીએ આ લેખના માધ્યમ દ્વારા કે અખરોટથી તમારી યુવાવસ્થા કેવી રીતે જાળવી રાખે છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો.

આપણે દરેક લોકો અખરોટને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. મોટાભાગના લોકો તેને ડ્રાયફ્રુટ તરીકે ઉપયોગ કરતા હોય છે અને અખરોટ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.આખરોટના બે પ્રકાર હોય છે એક જંગલી અખરોટ જે જંગલમાં થાય છે અને તેનું ઝાડ 100 થી 200 ફૂટ ઉંચુ હોય છે અને બીજું બાગાયતી અખરોટ જે 40 થી 80 ફૂટના ઝાડ પર થતું હોય છે.

અખરોટથી દરેક સમસ્યાઓ દૂર થઈ શકે છે જેમ કે અનિંદ્રાની સમસ્યા, હૃદયના રોગ માટે, ધાધર, કબજિયાત, કોલેસ્ટ્રોલ દુર કરવા વગેરે જેવા રોગોથી છુટકારો મળે છે.અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયી છે.તેનું સેવન કરવાથી હેલ્ધી એજિંગ પ્રોસેસ થાય છે જેનાથી યુવાવસ્થા જળવાઈ રહે છે.

કેલિફોર્નિયાના વોલનટ કમિશન દ્વારા કરવામાં આવેલાં રિસર્ચ મુજબ, 50થી 60 વર્ષની ઉંમર દરમિયાન મહિલાઓ અઠવાડિયાંમાં 2 અખરોટનું સેવન કરવાથી હેલ્ધી એજિંગ પ્રોસેસ થાય છે અને તેમની યુવાવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે છે.

અખરોટની ગુણવત્તા જાણવા માટે એક રિસર્ચ કરવામાં આવી હતી.આ રિસર્ચમાં NHS (નર્સિસ હેલ્ધ સ્ટડી)માં સામેલ 33 931 મહિલાઓના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.વર્ષ 1998 થી 2002 સુધી કરવામાં આવેલાં રિસર્ચમાં મહિલાઓનાં ડાયટ તેમને રહેલાં ક્રોનિક ડિસીઝ, તેમની યાદશક્તિ, માનસિક સ્વાસ્થ્ય અને ફિઝિકલ એક્ટિવિટી સહિતનાં પરિબળોનું અવલોકન કરવામાં આવ્યું હતું.

આ રિસર્ચ થયા બાદ રિપોર્ટ આવતા જાણવા મળ્યું કે રિસર્ચમાં સામેલ 16% મહિલાઓ હેલ્ધી જોવા મળી હતી. આ તમામ મહિલાઓ અખરોટનું સેવન કરતી હતી આથી મહિલાઓના અખરોટના સેવનથી તેમની યુવાવસ્થા અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે તેથી મહિલાઓએ દરરોજ અખરોટનું સેવન કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here