વધારે મીઠું ખાવા વાળા લોકો ખાસ ચેતી જજો .. વાંચી લ્યો આ લેખ.. પછતાશો નહિતર.

આપણા દરેકના ખોરાકમાં મીઠાને અગત્યનું સ્થાન હશે. કંઈ પણ જમતી વખતે આપણે સાથે મીઠું નાખીને અથવા વધારે મીઠાવાળો ખોરાક ખાઈએ છીએ. પરંતુ આ આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.ઓછું મીઠું ખાવાથી ભલે તમારો સ્વાદ ઓછો આવે છે પરંતુ શરીરના અગત્યના અંગો જેમકે હૃદય, ફેફસા, કિડની વગેરે માટે સારું છે. વધારે મીઠું ખાવાથી પણ તાત્કાલિક નુકસાન થતું નથી પરંતુ લાંબા સમયે શરીરમાં ઘણું નુકસાન પહોંચી શકે છે. 

વધારે પડતું મીઠું હાડકામાં રહેલું કેલ્શિયમ છીનવી શકે છે જે યુરિન વાટે આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેનાથી આપણા હાડકા કમજોર પડી જાય છે અને હાડકાંને લગતી બીમારીઓ પણ થઈ શકે છે.

શરીરમાં જેટલું વધારે મીઠું હશે તેટલું વધારે તેને ઓગળવા માટે પ્રવાહી જોઈએ છે, આવા વખતે કોશિકાઓ પાણી શોષી લે છે અને લોહી નું ક્ષેત્રફળ વધી જાય છે. આનાથી ધમનીઓ તેમ જ રદય ને વધારે લોહી પંપ કરવું પડે છે. જેના કારણે થોડા સમય બાદ ધમનીઓ અકળાવા લાગે છે જે બ્લડ પ્રેશર વધારવામાં જવાબદાર છે.

મીઠું જો વધારે માત્રામાં ખવાય તો સફેદ ઝેર સાબિત થઈ શકે છે. કારણ કે તેનાથી કિડની ને પણ નુકશાન થઇ શકે છે. અને જ્યારે તમને ડાયાબિટીસ અથવા વધારે બીપીની સમસ્યા હોય ત્યારે કિડની ડૅમેજ થઈ શકવાના ચાન્સ વધી જાય છે. આથી મીઠું કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

ડાયાબિટીસ અને હાઈપરટેન્શન એકબીજાથી જોડાયેલા રોગ છે. વધારે પડતું મીઠું લેવાને કારણે હાઇપર ટેન્શન થાય છે અને જે તમારા શુગર લેવલને પણ પ્રભાવિત કરવામાં જવાબદાર બની શકે છે. આથી મીઠું કાયમ માપસર જ ખાવું જોઈએ.

વધુ મીઠું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આદર્શ રીતે વ્યક્તિએ દિવસમાં ચારથી પાંચ ગ્રામ એટલે કે ચારથી પાંચ ચપટી મીઠું ખાવું જોઈએ. જોકે વર્ષોથી મીઠું વધારે ખાવાની આદત હોય; ખોરાકમાં મીઠું ઉપરથી લેતા હો; જન્ક-ફૂડ, ફાસ્ટ-ફૂડ કે પ્રોસેસ્ડ-ફૂડના રવાડે ચડી ગયા હો તો મીઠું પેટમાં વધારે જ જાય છે. 

શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યાનું કારણ મીઠાનો વધુ પડતો ઉપયોગ છે. એટલા માટે તેનું સંતુલન જાળવી રાખવા માટે વધારેમાં વધારે પાણી પીવું. તે સિવાય વધારે મીઠું ખાવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે અને મોટાપાની સમસ્યા ઉભી થાય છે. વજન ઓછું કરવું હોય તો મીઠાનો ઉપયોગ ઓછો કરવો.

કેટલાક લોકો અનિદ્રાની બીમારીથી પીડાતા હોય છે તેમજ ઉંઘ નથી આવતી અથવા બહુ ઓછી ઉંઘ આવે છે. તેનું કારણ છે વઘારે પડતા મીઠાનો ઉપયોગ. ભોજનમાં વધારે પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી અનિદ્રાની બીમારી થાય છે. તેથી ઓછી માત્રામાં મીઠાનું સેવન કરવું.

જરૂરીયાત કરતા વધારે પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી ત્વચાના રોગ થાય છે. તેનાથી ત્વચા પર ફોડકી કે લાલ ચાઠા પડી જાય છે. તેમજ સ્કીન પર ખીલની સમસ્યા વધી જાય છે, તેમજ વધુ પડતો મીઠાનો ઉપયોગ કરવાથી સ્કિનને પણ નુકસાન થાય છે. એટલા માટે યોગ્ય પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરવો જોઈએ.

અત્યારના આધુનિક સમયમાં યુવાવસ્થામાં જ માથાના વાળ ખરવા લાગે છે. ચિકિત્સકો અનુસાર મીઠાનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી માથામાં ટાલ પડી જાય છે. તેમજ વાળ ઉતરવા લાગે છે. તેથી મીઠાનો ઉપયોગ ઓછો કરવો.

વધારે પડતું મીઠું વારંવાર ખાવાથી શરદી થઈ જાય છે અને માથામાં દુખાવાની બીમારી પણ ઉદભવી શકે છે. જેથી હમેશા યોગ્ય પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતું મીઠું સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોય છે.

વધારે મીઠું ખાવાથી નસોને નુકસાન થાય છે. આથી યુરિક એસીડ વધી જાય છે અને યુરીનમાં એલ્બ્યુમિન આવવા લાગે છે, જેનાથી બ્લડ પ્રેશર વધવાની શંકા રહે છે.વધારે મીઠું ખાવાથી હાઈપરટેન્શન અને હાઈબ્લડ પ્રેશરની સમસ્યા સર્જાય છે.

મીઠામાં હાજર રહેલ સોડિયમ વધારે માત્રામાં શરીરમાં જવાથી પેટનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે મીઠાનું સેવન ઓછામાં ઓછુ કરવું.

મીઠાનો વધારે માત્રામાં ઉપયોગ કરવાથી શરીરના હાડકા અને કોશિકાઓ ગળી જાય છે અને તે સમયના પહેલા જ વૃદ્ધ બનાવવા લાગે છે, જયારે ખાવામાં મીઠાની માત્રા  શરીરની સિસ્ટમને ધીમી કરી દે છે.

વધુ મીઠું ખાવાથી લોહીનું દબાણ એટલે કે બ્લડપ્રેશર ઊંચું રહે છે. ઊંચા લોહીના દબાણને કારણે હૃદયને પણ નુકસાન થાય છે. એ કારણથી મીઠા વિના જીવતા શીખવું જોઇએ. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here