ખાસ છે આ પલંગતોડ પાન, જાણો તેની વિશિષ્ટતા, કેમ છે આને બનાવવાનો એક રાઝ – વાંચો

0

એક માન્યતા છે કે આરબો જ્યારે દેશમાં આવ્યા ત્યારે તેઓ સાથે પાન લેતા આવ્યા, તેઓ પાનને એક ઔષધન રૂપે જ ખાતા હતા જેમાં ચુનો, કાથો, અને પાન હોઈ અમુક સ્વાદિષ્ટ બનાવવા ધીમે ધીમેં તેમાં અલગ અલગ મસાલા ઉમેરાતા રહ્યા, હાલ હજારો પ્રકારના પાન મળે છે. જેમાં ચોકલેટ પાન, પાણીપુરી પાન, ઢોસા પાન, પંજાબી પાન, મધુબાન પાન, જોકે વર્ષોથી એક પાન લોકોમાં કુતૂહલ જગાડે છે જે પાન એટલે પલંગતોડ પાન..

હવે આ પલંગતોડ પાન કોની માટે હોઈ?

જે લોકો પ્રથમવાર સુહાગરાત મનાવવાના હોઈ તેમની માટે હોઈ, અથવા જે પરણિત છે તેમની માટે છે, હવે આ સ્પેશીયલ પાન માટે તમારે એની અમુક મોટી કિંમત પણ ચૂકવવી પડે, તો જાણો એ પાન વિશે..

ખાવ 10-20 કે 100 નહીં પૂરા 5000 નું ખાસ પાન, સેક્સ લાઇફ કરે છે ઇમ્પ્રૂવ

જો તમને પાન ખાવાના શોખીન છો તો તો તમારી આસપાસ મળતા તેમજ બીજા શહેરોના પણ પ્રખ્યાત પાન અને તેના ભાવ અંગે પૂરેપૂરી ખબર હશે. સમાન્ય રીતે એક પાન રુ.10, 20 કે પછી બહુ બહુ તો રુ. 100 નું આવે છે. પરંતુ જો તમને એમ કહીએ કે અહીં એક પાન એવું પણ છે જેની કિંમત રુ. 5000 પૂરા છે. જી હાં, તમે બિલકુલ બરોબર સાંભળ્યું છે.

50-100નું નહીં પૂરા 5000નું પાન

જેમ દુનિયાભરમાં હીરામાં સૌથી સ્પેશિયલ કોહિનૂર હીરો છે તેમ તમામ પાનમાં આ સૌથી મોંઘુ પાન કોહિનૂર છે. ઔરંગાબાદના તારા પાન સેન્ટરમાં આ પાન વેચવામાં આવે છે. આ પાન તેની ખાસિયતના કારણે આટલું મોંઘું છે. પાન બનાવતા દુકાનદારનું માનીએ તો પાનમાં ખાસ પ્રકારના કામોત્તેજક ગુણ છે. જેના કારણે જ આ પાનની કિંમત આટલી બધી છે.

કામોત્તેજક પાન

પોતાની ખાસિયતના કારણે આ પાન ખાસ કપલ્સને વેચવામાં આવે છે. પાન વેચનાર વ્યક્તિનો દાવો છે કે આ પાનની અસર 2 દિવસ સુધી યથાવત રહે છે. આ ખાસ પાનનું પેકિંગ પણ તેટલું જ ખાસ હોય તેને ખૂબ જ રંગબેરંગી પાનમાં રાખીને કસ્ટમર્સને વેચવામાં આવે છે.

પુરુષ અને મહિલા માટે અલગ અલગ પાન

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પાનની પણ બે વેરયટી છે એક પુરુષ માટે બીજી મહિલા માટે. પુરુષો માટે તૈયાર કરવામાં આવેલ આ પાનમાં મસ્ક એટલે કે કસ્તુરી નાખવામાં આવે છે. જેની કિંમત 70 લાખ કુપિયા પ્રતિ કિલો છે. તેમજ 6 લાખ રુપિયા પ્રતિ કિલો વેચાતા ગુલાબ પણ નાખવામાં આવે છે. તે ઉપરાંત કેટલાક સીક્રેટ ઇન્ગ્રીડિયંટ પણ નાખવામાં આવે છે. આ મસાલાને ફેમસ કલકત્તી પાનમાં વિંટાળીને આપવામાં આવે છે.

આ રીતે તૈયાર થાય છે ફીમેલ પાન

ફીમેલ કસ્ટમર માટે પણ ખાસ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. આ પાનમાં ગુલાબ, સફેદ મુસલી, કેસર ઉપરાંત મહિલાની સેક્સ્યુઅલ ઇચ્છાઓ જાગ્રત કરતી જડિબુટ્ટીઓ અને સીક્રેટ ઇન્ગ્રીડિયંટ નાખવામાં આવે છે. આ પાનમાં એવી તમામ વસ્તુઓ હોય છે. જે સેક્સ લાઇફને ઉત્તમ બનાવે છે. ખાસ વાત છે કે આ પાનને તમને થૂકી શકતા નથી તેને પૂરેપૂરું ખાશો તો જ તેનો જરુરી ફાયદો મળશે.

લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here