શનિદેવ એ બદલી ચાલ આ રાશીઓને થવાનો છે લાભ,થશે અણધાર્યો કામ પૂર્ણ,જાણીલો ક્યાંક તમારી રાશિતો નથીને.

0

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા શનિદેવ છે અને તે હાલમાં ધન રાશિમાં છે અને તે પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે.શનિદેવનું ધન રાશિમાં વક્રી ચાલી રહ્યું છે અને પછી તે માર્ગી થશે એટલે કે સીધા ચાલશે.શનિદેવ અત્યાર સુધી વક્રી ચાલતા હતા હવે તે પોતાની ચાલ બદલતા તેમની સીધી અસર બારેબાર રાશિ પર પડશે.ગુરુના સ્વામીત્વવાળી ધન રાશિમાં અત્યારે શનિ ઉપરાંત કેતુ પણ ચાલી રહ્યો છે.શનિદેવને ચાલ બદલવાથી ત્રણ રાશીઓને વિશેષ લાભ થશે.જાણો શનિદેવની રાશિ પરિવર્તનને લીધે તમારી રાશિ પર શુ અસર થશે.

મેષ રાશિ.

આ રાશિના નવમા ભાવમાં શનિ માર્ગી થશે.તમને સંતાન તરફથી લાભ થઈ શકે છે. સસુરાલ પક્ષ તરફથી પણ નાનો-મોટો ફાયદો થઈ શકે છે.ધર્મ અને ભાગ્યના ભાવમાં શનિની ચાલ બદલાતા તમારુ ભાગ્ય સૂર્યની જેમ ચમકી ઊઠશે.તમે ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો.અધૂરા કામ પૂરા કરવામાં જીવ લગાવી દેશો.આ ગાળામાં તમને ક્ષમતા કરતા વધારે ધન મળી શકે છે.ભાગ્યનો પૂરેપૂરો સાથ તમને મળશે.સામાજિક અને સાર્વજનિક ક્ષેત્રમાં લોકોની પ્રશંસા પ્રાપ્ત કરી શકશો. લક્ષ્મીજીની કૃપા તમારા પર રહેશે. કુટુંબ અને દાંપત્ય જીવનમાં સુખ અને સંતોષનો અનુભવ કરશો.

વૃષભ રાશિ.

વૃષભ રાશિના આઠમા ભાવમાં શનિ માર્ગી થઈ રહ્યા છે.શારીરિક-માનસિક સ્વાસ્થ્યની સાથે તમે તમારા કાર્ય નિર્ધારિત રીતે કરી શકશો.બીમાર વ્યક્તિ આજે સ્વાસ્થ્યમાં સુધારાનો અનુભવ કરશે.આવામાં તેમને મૃત્યુ સમાન કષ્ટમાંથી મુક્તિ મળશે ધનલાભ થશે.નોકરીમાં આવતી અડચણો સમાપ્ત થશે.કામના સ્થળે તમારે અનુકૂળ માહોલ ઊભો થશે.સંતાનને કષ્ટમાંથી છૂટકારો મળશે.ફસાયેલા પૈસા મળી શકે છે.સાસરી પક્ષથી સારા સમાચાર મળશે.કાર્ય સ્થાન પર સહકર્મીઓનો સહયોગ મળશે.સંતાનો તરફથી સારા સમાચાર પ્રાપ્ત કરી શકો છો.

મિથુન રાશિ.

મિથુન રાશિના જાતકોના સાતમા ભાવમાં શનિ માર્ગી થઈ રહ્યા છે.નવા કામ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે અને જીવનસાથી અને સંતાનના સ્વાસ્થ્ય સારું રહેશે.આ સ્થાન જીવનસાથી પાર્ટનરશિપ લગ્નજીવનનું સ્થાન છે.શનિના માર્ગી થવાથી જીવનસાથી સાથેનું મનદુઃખ દૂર થશે.સ્વાસ્થ્ય સારુ રહેશે.નવા પાર્ટનરની સિદ્ધિ તમને ગર્વ અપાવશે શરીરમાં તાજગીનો અનુભવ કરશો.મિત્રોની સાથે વધુ ઘનિષ્ઠતા અનુભવ કરશો.નાનો પ્રવાસ થશે.આર્થિક લાભ મળશે.પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે.ભાગ્યવૃદ્ધિના પ્રબળ યોગ છે.

કર્ક રાશિ.

કર્ક રાશિના જાતકોના છઠ્ઠા ભાવમાં શનિ માર્ગી થઈ રહ્યો છે.પરિવારમાં સુખ-શાંતિનો માહોલ જળવાઈ રહેશે.તમારી મધુરવાણીનો જાદુ બીજાને પ્રભાવિત કરશે.પ્રવાસની શક્યતા છે.વેપારમાં સારી સફળતા મળશે.તમને કોઈ લાંબા સમયથી કોઈ રોગ હેરાન કરતો હશે કે કોઈ શત્રુ પરેશાન કરતો હશે તો તેમાંથી મુક્તિ મળશે. તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે.કામકાજ માટે થનારી યાત્રા સારા ફળ આપશે.વૈચારિક દ્રઢતાથી તમારા કાર્ય સફળ રહેશે.અલંકાર વસ્ત્રના સાધન અને મનોરંજનની પાછળ સમય પસાર કરવાથી આનંદ પ્રાપ્ત થશે.આત્મવિશ્વાસ વધશે.

સિંહ રાશિ.

સિંહ રાશિ જાતકોના પાંચમા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે.તમારા માટે લાભદાયક રહેશે. નોકરી કરતા હોય તેમને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે.આ સ્થાન સંતાન ઉચ્ચ શિક્ષા અને પ્રેમનું સ્થાન છે.પાર્ટનર સાથે લાંબા સમયથી ઝઘડો ચાલતો હશે તો તે દૂર થઈ શકે છે.સંતાન સુખ પ્રાપ્ત થાય.સંતાન પ્રાપ્તિની અપેક્ષા રાખનાર લોકોને ગુડ ન્યુઝ મળશે.આ ગાળામાં તમે સારી બચત કરી શકશો.ગૃહસ્થજીવનમાં સુખ-શાંતિ રહેશે. પ્રિય વ્યક્તિની સાથે મિલન યાદગાર રહેશે

કન્યા રાશિ.

કન્યા રાશિ જાતકોના ચોથા ભાવમાં શનિ માર્ગી થવા જઈ રહ્યો છે.વ્યવસાયના ક્ષેત્રમાં ધન,માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.પ્રવાસથી લાભ થવાની શક્યતા રહેશે.ઉચ્ચ પદાધિકારી ખુશ રહેશે.તમારા રોકાયેલા કર્યો પૂર્ણ થશે.આ સુખ,ઘર,જમીન અને માતાનો ભાવ છે.તમને આ ગાળામાં સુખની પ્રાપ્તિ થશે.માતાને લઈને તમે ઘણા સમયથી ચિંતામાં હશો તો હવે સમય આવી ગયો છે કે આ ચિંતા દૂર થાય.સરકાર મિત્ર અને સંબંધીઓથી લાભ થશે. ગૃહસ્થ જીવનમાં આનંદ અનુભવ થશે.

તુલા રાશિ.

તુલા રાશિ જાતકોના ત્રીજા ભાવમાં શનિ માર્ગી થઈ રહ્યા છે.શારીરિક અસ્વસ્થતા રહેવા પર પણ માનસિક સ્વસ્થતા સારું રહેશે.કામ કરવાનો ઉત્સાહ રહેશેઆ સ્થાન પરાક્રમ નાના ભાઈ-બહેનનો ભાવ છે.જો તમારે નાના ભાઈ-બહેન સાથે વિવાદ ચાલતો હોય તો તે સૂલઝાવી શકશો. આ ગાળામાં તમારા ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે.આથી સમજી વિચારીને ખર્ચ કરો અને બિનજરૂરી ખર્ચ કરવાથી દૂર રહો.પરિવારમાં ચાલતા મનમુટાવ દૂર થશે અને પરિવારના સભ્યોનો સાથ મળશે અને તમારું સમાજમાં માન સન્માન વધશે.

વૃશ્ચિક રાશિ.

આ રાશિના જાતકોના બીજા ભાવમાં શનિ માર્ગી થવા જઈ રહ્યો છે.નોકરી-વ્યવસાયમાં સકારાત્મક પરિણામ મળશે.હાથ પર રહેલા કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો.તેમજ ભવિષ્યના મોટા કાર્યો માટે આયોજન કરી શકશો.તમારો કોઈની સાથે ઝઘડો ચાલતો હશે તો તે સમાપ્ત થશે.પરિવારમાં બધા સાથે તમારા સંબંધો મધુર બનશે.તમને મોટો ધનલાભ થઈ શકે છે.વારસાગત સંપત્તિમાં મળનારા લાભમાં થોડો વિલંબ થયો હશે તો તે હવે પૂરો થશે.જીવન અને વ્યાપાર સાથે જોડાયેલ સંબંધો અને અંતરંગ સંબંધોમાં સકારાત્મક પરિણામ મળી શકશે.

ધન રાશિ.

ધન રાશિના જાતકોમાં શનિદેવ માર્ગી થવા જઈ રહ્યા છે.પરિવારમાં પૈતૃક સંપત્તિને લઈને કોઈ વિવાદ હો તો તેનો ઉકેલ આવશે.તમારા સ્વાસ્થ્યમાં સુધારો મહેસૂસ કરી શકશો.નોકરીમાં લાભ મળશે.ભાઈ-બહેનનો પૂરેપૂરો સાથ સહકાર મળીશકશે.કામકાજની દૃષ્ટિએ ઉન્નતિનો યોગ બની રહ્યો છે.પ્રેમ સંબંધમાં પડેલા જાતકને પ્રેમી પાત્ર સાથે મુલાકાતના યોગ બને છે.જ્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થી વર્ગને શુભ પરિણામ મળશે. નોકરીયાત વર્ગ માટે નવી તકનો યોગ છે.જો તમે કોઈ નવી તકની રાહ જોતા હશો તો તમને સફળતા મળશે.જેમને નોકરીમાં ટ્રાન્સફરની શક્યતા છે તેમનું ટ્રાન્સફર થઈ શકશે.

મકર રાશિ.

મકર રાશિ જાતકોના બારમા ભાવમાં શનિદેવ માર્ગી થઈ રહ્યા છેઅકસ્માતનો ભય રહેલો છે માટે વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવું.નોકરી કરતા હોય તો ધ્યાન રાખીને કાર્ય કરો.આ ગાળામાં શત્રુઓથી તમને હેરાનગતિ થઈ શકે છે.પૈસાના ખર્ચમાં વધારો થઈ શકે છે જેને કારણે માનસિક ચિંતાઓમાં વૃદ્ધિ થાય. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે.વિરોધીઓ તમારા પર હાવી રહે એવું પણ બને.કોર્ટ કેચરીના કામ માટે દોડધામ કરવી પડશે.આ સમય તમારા માટે થોડો ચિંતા જનક રહેશે.મોસાળ પક્ષમાંથી માઠા સમાચાર આવી શકે છે.નોકરીની જગ્યાએ વાતાવરણ થોડું તંગ બની શકે છે.

કુંભ રાશિ.

કુંભ રાશિના જાતકોના અગિયારમા ભાવમાં શનિદેવ માર્ગી થઈ રહ્યા છે.નોકરીયાત વર્ગ માટે નવી તકનો યોગ છે.જો તમે કોઈ નવી તકની રાહ જોતા હશો તો તમને સફળતા મળશે.જેમને નોકરીમાં ટ્રાન્સફરની શક્યતા છે તેમનું ટ્રાન્સફર થઈ શકશે.કામકાજ માટે વિદેશ જવા માગતા જાતકો માટે આ સમય અનુકૂળ છે.તેને આવક ઈચ્છાપૂર્તિનું સ્થાન માનવામાં આવે છે.જો તમારી ઈચ્છા ઘણા સમયથી અધૂરી હશે તો તે પૂરી થશે.નોકરી બદલવાનું વિચારતા હશો તો સારી તક મળશે.આ ગાળામાં તમારી વૃદ્ધિ થશે.

મીન રાશિ.

મીન રાશિના જાતકો માટે શનિદેન દસમા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે.પ્રિય વ્યક્તિ સાથે મિલનના યોગ બની રહ્યા છે.જો તમે કોઈને પ્રેમ કરતા હશો અને તેની સામે પ્રેમ પ્રસ્તાવ રાખશો તો આ દિવસે ખૂબ પોઝિટિવ જવાબ મળવાની શક્યતા છે.આ સ્થાનને કર્મ ભાવ કહેવાય છે.શનિને કારણ કામનું પ્રેશર ઘટશે.માનસિક રાહત મળશે.નોકરી કરનારા જાતકોના કામથી બૉસ ખુશ રહેશે.આ ગાળામાં તમને જબરદસ્ત ધનલાભ થવાની શક્યતા છે.તમારા જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા હશે પરંતુ આ સમય દરમિયાન તમે તમારી પોતાની બુદ્ધીમત્તા અને વ્યાવહારિક સૂઝબૂઝથી યશ અને કિર્તી મેળવી શકશો

લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here