શું તમે પણ સાબુદાણા ને ફરાળમાં ઉપયોગ કરો છો, તો જાણો ફરાળમાં વપરાતા સાબુદાણા અનાજ છે કે નહિ, તો જાણો તે શેમાંથી બને છે.

ભારત દેશ ખુબ જ ધાર્મિક દેશ છે. લોકો કોઈ ને કોઈ વાર તહેવાર માં ઉપવાસ કરતા હોય છે. અને ઉપવાસ માં ફરાળ કરતા હોય છે. મોટાભાગના લોકો ફરાળમાં સાબુદાણાનો ઉપયોગ કરતાં હોય છે. સાબુદાણા ની મદદથી ખીચડી, ખીર, કટલેસ, પાપડ, વેફર વગેરે બનતું હોય છે. વર્ષોથી લોકો સાબુદાણાનો ઉપયોગ ફરાળ તરીકે કરી રહ્યા છે. પરંતુ થોડા સમય પહેલા એક એવો લેખ બહાર પાડ્યો હતો કે, સાબુદાણા ફરાળી વસ્તુ નથી. તેના માંસ માંથી બનાવવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે ભારત માં વપરાતા સાબુદાણા શેમાંથી બનાવવામાં આવે છે. કે તે સાચે જ ફરાળી હોય છે.

ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે સાબુદાણા શેમાંથી બનતા હોય છે. તેની કોઇ જાણ હોય છે કે કંપનીમાં બનાવવામાં આવે છે. ઘણા લોકો કહે છે કે સાબુદાણા શાકાહારી છે કે નહીં તો ચાલો આજે આપણે જાણીએ કે સાબુદાણા રીયલ માં શું છે. સાબુદાણા એ કોઈ અનાજમાંથી નથી. પરંતુ પામ નામના વૃક્ષના મૂળ માંથી બને છે. આ છોડનું આફ્રિકા માં આવેલા હોય છે. આ વૃક્ષ એટલું મોટું હોય છે કે તેનો વચ્ચેનો ભાગ પીસીને પાવડર બનાવવામાં આવે છે. ત્યારબાદ આ પાવડરને ગરમ કરવામાં આવે છે. જેનાથી તેના દાણા બની શકે. સાબુદાણા બનાવવા માટે ટેપીઓકા નો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતમાં સાબુદાણાને ટેપીઓકા સ્ટાર્ચ માંથી બનાવવામાં આવે છે. કાસાવા નામનું એક કંદમૂળ હોય છે. તે એક બટાકા જેવું હોય છે. આ કંદમાંથી તેનો પલ્પ બહાર કાઢવામાં આવે છે. અને તેમાં રોજ થોડુ થોડું પાણી ઉમેરવામાં આવે છે. ત્યારબાદ છ મહિના પછી તેને મશીનોમાં આપવામાં આવે છે. તે ત્યારબાદ તે સુકાઈ જાય છે અને આ પાવડરને પોલીસ કરવામાં આવે છે. અને નાના-નાના દાણા બનાવવામાં આવે છે. કાસાવા નામનું કંદમૂળ મૂળ બ્રાઝિલ અને પૂર્વ આફ્રિકામાં જોવા મળે છે.

૧૯મી સદીમાં સાબુદાણાનું સૌ પ્રથમ ઉત્પાદન તમિલનાડુમાં કરવામાં આવ્યું હતું. તમિલનાડુમાં આવેલું સેલમ એ ભારતનું મુખ્ય મથક છે. તમિલનાડુમાં ૭૦૦ જેટલી ફેક્ટરીઓ સાબુદાણા બનાવે છે. આઝાદી પહેલાંથી સાબુદાણાનું ઉત્પાદન કરવામાં આવતુ હતુ.

ઘણા લોકો એવું કહેતા હોય છે કે સાબુદાણા શાકાહારી નથી. પરંતુ તે માંસાહારી હોય છે. એવુંક હેવાય છે કે ટેપીઓકા ના મૂળમાં જમીનમાં ખાડો ખોદીને દાટવામાં આવે છે. અને તેને ચડવા દેવામાં આવે છે. એટલે તેમાં ઈયળ, અળસિયા અને જીવડા પડે છે ત્યાર બાદ તેને બહાર કાઢીને તેનો પાવડર બનાવવામાં આવે છે. અને કંપનીની આજુબાજુ પણ બહુ જ ખરાબ વાસ આવતી હોય છે. એટલે સાબુદાણાને માંસાહારી ગણવામાં આવે છે. પરંતુ તે શાકાહારી જ હોય છે અને આ વૃક્ષમાંથી બનાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here