વડોદરા શહેર નજીક બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ ચાણસદ ગામ આવેલુ છે. ચાણસદ ગામને આદર્શ ગામ બનાવવા માટે રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીને 10 કરોડના ફાળવણીની જાહેરાત કરી છે. ચાણસદ ગામમાં હાલ પ્રમુખ સ્વામી મહારાજના ઘરમાં બનાવાયેલુ તેમનું સ્મારક, બાપા ભણતા હતા તે સ્કૂલ સહિતની યાદો હજુ પણ હયાત છે.
પ્રમુખ સ્વામીનું જન્મસ્થળ ચાણસદ બનશે આદર્શ ગામ
અક્ષરનિવાસી પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ચાણસદ ગામ છે. પિતાનું નામ મોતીભાઈ અને માતાનું નામ દિવાળીબા. ખેતી અને પ્રભુભકિત સિવાય આ પરિવારના જીવનમાં બીજો કોઈ ધ્યેય નહોતો, માગશર સુદ ૮, સંવત ૧૯૭૮ અને તારીખ ૭ ડિસેમ્બર ૧૯૨૧ના રોજ નાનકડા એવા ચાણસદ ગામમાં આ ઘરમાં શાંતિલાલનો જન્મ થયો હતો. આ ઘરમાં બે ઓરડા છે, જેને હાલ પ્રમુખ સ્વામી મહારાજનું સ્મારક બનાવવામાં આવ્યું છે. એક ઓરડો હાલ ખાલી છે. જ્યારે બીજા ઓરડામાં પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા મુકવામાં આવી છે. જ્યારે બહારની બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની દુર્લભ તસવીરો અને પેઈન્ટીગ્સ રાખવામાં આવ્યા છે. અહીં આવતા દરેક ભક્તને અનોખી શાંતિનો અનુભવ થાય છે.
ગામમાં પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા હાલમાં કાર્યરત છે. આ ઉપરાંત પ્રમુખ સ્વામી મહારાજ જે સ્કૂલમાં ભણતા તે સ્કૂલ પણ હાલ હયાત છે પરંતુ તે જર્જરિત હાલતમાં છે. આ ઉપરાંત પ્રમુખ સ્વામી મહારાજ જે સ્કૂલમાં ભણતા તેની બાજુમાં જ તળાવ પણ આવેલુ છે. આ તળાવમાં પ્રમુખ સ્વામી મહારાજ કરવાની હોડ લગાવતા હતા. ચાણસદ ગામમાં સ્વામીનારાયણ ભગવાનનું મદિર પણ આવેલુ છે.
ચાણસદ ગામ સ્થિત પ્રમુખ સ્વામી મહારાજના ઘરમાં તેમનું સ્મારક છે
હવે ચાણસદ ગામમાં તળાવનું બ્યુટિફિકેશન, બાગ-બગીચા, વિશાળ પાર્કિગ, ફૂડ કોર્ટ, નારાયણ સરોવર પર વિવિધ ઘાટ અને સ્વચ્છ વોશ રૂમ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
ગામમાં પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા હાલમાં કાર્યરત છે
આ તળાવમાં પ્રમુખ સ્વામી મહારાજ કરવાની હોડ લગાવતા હતા
આ ગલીઓમાં બાળ શાંતિલાલ રમતા હતા
ચાણસદ ગામમાં સ્વામીનારાયણ ભગવાનનું મદિર પણ આવેલુ છે