શું તમે જાણો છો એક એવા મંદિર વિશે, જ્યાં અંધારું થતાં જ લોકો બની જાય છે પથ્થર

ભારત માં દરેક 5 કિલોમીટર એક મંદિર આવેલું એવું કહેવાય છે. આપના દેશ ના લોકો શ્રદ્ધાળુ માનવામાં આવે છે. આપણાં દેશ માં પત્થર ને પણ ભગવાન માણી ને પૂજવામાં આવે છે. અને ભગવાન તેની મનોકામના પૂરી કરે છે. આજે અમે તમને એક એવા જ મંદિર વિશે જણાવવાના છીએ. એવું એક મંદિર છે જ્યાં રાત્રે મંદિર માં જતાં લોકો ડરે છે.

આવું મંદિર રાજસ્થાન માં આવેલું છે. તે મંદિર ની અંદર રાત્રે જતાં લોકો ખૂબ જ ડરે છે. રાત પડતાં જ આ મંદિર બંધ થઈ જાય છે અને અહીં સવાર સુધી કોઈ આવતું નથી. આ મંદિર કિરાડુ તરીકે ઓળખાય છે. કિરાડુ મંદિર (કિરાડુ મંદિર) રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલું છે અને તે એક અતિ પ્રાચીન મંદિર છે. અહીંના લોકો જણાવે છે કે સાંજે મંદિર સંપૂર્ણપણે ખાલી થઈ જાય છે અને આ સમય દરમિયાન મંદિરમાં આવવાની ભૂલ કોઈ પણ કરતું નથી. અહીં રહેતા લોકો કહે છે કે જો કોઈ વ્યક્તિ ભૂલથી રાત્રે અહીં આવે છે તો તે પથ્થર બની જાય છે. એવું માનવામાં આવે છે.

આ કિરાડુ મંદિરને રાજસ્થાનના ખજુરાહો તરીકે પણ ઓળખવામાં આવે છે. કિરાડુ પાંચ મંદિરોની શ્રેણી છે. જેમાંથી વિષ્ણુ મંદિર અને શિવ મંદિર સંપૂર્ણ રીતે અત્યારે જોવા મળે છે. અને જ્યારે બાકી ના ત્રણ મંદિરો ખંડેર બની ગયા છે. કિરાડુ મંદિર દ્વારા બનાવવામાં આવ્યું હતું આ જ દિવસનું રહસ્ય છે. જો કે મંદિરની રચનાને જોતા કહેવાય છે કે દક્ષિણમાં ગુર્જર-પ્રતિહાર વંશ, સંગમ વંશ કે ગુપ્ત વંશ દરમિયાન તેનું નિર્માણ થયું હશે. દક્ષિણ ભારતીય શૈલીમાં બાંધવામાં આવેલું આ મંદિર ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે અને પહેલા ના સમયમાં માં તેનું નામ ‘કિરાટ વેલ’ રાખવામાં આવ્યું હતું. અને પાછળ થી તેનું નામ કિરાડું મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

આ મંદિર માં જેવુ કહેવામાં આવે છે કે કિરાડુ મંદિરની કથા મુજબ ઘણા વર્ષો પહેલાં એક સિદ્ધ સાધુ તેમના કેટલાક શિષ્યો સાથે અહીં આવ્યા હતા. એક દિવસ તે પોતાના શિષ્યોને ત્યાં છોડીને પ્રવાસ કરવા માટે ગયા હતા. આ સાધુ નો એક શિષ્ય આ મંદિરમાં બીમાર પડ્યો હતો. અન્ય શિષ્યોએ ગામ લોકો પાસેથી મદદ માંગી હતી. પરંતુ ગામના કોઈ પણલોકોએ તેમને મદદ કરી નહીં. સિદ્ધ સાધુ પ્રવાસ પરથી પાછા આવ્યા ત્યારે તેમને બધી જ વાતની ખબર પડી. આ જોઈને તે સાધુ ખૂબ જ ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થઈને તેણે ગામલોકોને શ્રાપ આપ્યો કે સૂર્યાસ્ત પછી બધા પથ્થર બની જશે જો કોઈ આ મંદિર માં પ્રવેશ કરશે તો. ત્યારથી જ દિવસ આથમ્યા પછી કોઈપણ આ મંદિર માં જતું નથી. દરેક લોકો આ મંદિર માં જતાં ડરે છે.

જોકે આ ગામમાં એક સ્ત્રીએ સાધુના શિષ્યોને મદદ કરી હતી. તેથી સાધુએ મહિલાને સાંજ પહેલાં ગામ છોડી દેવા અને પાછળ વળીને ન જોવા જણાવ્યું હતું. પરંતુ આ સ્ત્રીએ સાધુની વાત માની નહીં. જેના કારણે તે પથ્થર બની ગઈ. મંદિરની થોડે દૂર મહિલાની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. એટલા માટે રાત્રે આ મંદિરમાં કોઈ આવતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here