આજકાલ મહાત્મા ગાંધી ભારતીય કરન્સી દ્વારા તમારી નજીક રહે છે. ભારતીય કરેન્સીની નોટમાં ગાંધીજીની તસવીર છાપવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ક્યારથી ગાંધીજીની તસવીર નોટો પર છપાવા લાગી અને નોટ પર છપાયેલી તસવીર પાછળનું રહસ્ય શું છે? ચાલો અમે તમને જણાવીએ.

નોટો પર પહેલીવાર ગાંધીજીની તસવીર વર્ષ 1969માં છાપવામાં આવી હતી. આ વર્ષ તેમની જન્મની શતાબ્દીનું વર્ષ હતું અને નોટો પર તેમની તસવીર પાછળ સેવાગ્રામ આશ્રમ પણ હતો. ઓક્ટોબર 1987માં પહેલીવાર 500 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી અને તેના પર ગાંધીજીની તસવીર હતી.

ભારતીય રિઝર્વ બેન્ક અનુસાર વર્ષ 1996માં મહાત્મા ગાંધીની તસવીર વાળી નોટો ચલણમાં આવી હતી. તે પછીથી 5,10,20,100,500 અને 1000 રૂપિયાની નોટો છાપવામાં વી. આ દરમિયાન અશોક સ્તંભના બદલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર અને અશોક સ્તંભની તસવીર નોટોની ડાબી તરફ નીચેના હિસ્સામાં પ્રિન્ટ કરવામાં આવી.

જો કે 1996 પહેલાં 1987માં મહાત્મા ગાંધીની તસવીરને વૉટરમાર્ક તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી. જે નોટની ડાબી બાજુ જોવા મળતી હતી. પછીથી દરેક નોટોમાં ગાંધીજીની તસવીર છાપવામાં આવી રહી છે. એક આરટીઆઇમાં સામે આવ્યું કે વર્ષ 1993માં આરબીઆઇએ નોટની જમણી બાજુ મહાત્મા ગાંધીની તસવીર છાપવાની ભલામણ કેન્દ્ર સરકારને કરી હતી.

હવે તમને જણાવીએ કે નોટ પર છપાયેલી ગાંધીજીની તસવીર પાછળનું રહસ્ય શું છે. જણાવી દઇએ કે આ તસવીર 1946માં લેવામાં આવી હતી અને આ અસલ તસવીર છે. આ તસવીર તે સમયની છે જ્યારે તેઓ લૉર્ડ ફ્રેડરિક પેથિક લૅરિંસ વિક્ટ્રી હાઉસ આવ્યાં હતાં.

આપણો દેશ વિભિન્નતાઓમાં એકતા ધરાવતો દેશ છે અને મહાત્મા ગાંધીને રાષ્ટ્રીય પ્રતિક માનવામાં આવે છે. રાષ્ટ્રપિતાની ઉપાધિ હાંસેલ કરી ચુકેલા ગાંધીજી તે સમયે રાષ્ટ્રનો ચહેરો હતાં તેથી તેમના નામ પર આ નિર્ણય લેવામાં આવ્યો કારણ કે અન્ય સેનાનીઓના નામ પર ક્ષેત્રીય વિવાદ ઉભો થાય તેવી શક્યતા હતી. જો કે આ સવાલને લઇને કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી.

તાજેતરમાં જ નાણા મંત્રી અરુણ જેટલીએ પણ લોકસભામાં જવાબ આપતાં કહ્યું હતું કે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા પેનલે ગાંધીજીના સ્થાન પર અન્ય રાષ્ટ્રીય નેતાની તસવીર ન છાપવાનો નિર્ણય લીધો છે કારણ કે મહાત્મા ગાંધી કરતાં વધુ કોઇપણ વ્યક્તિ દેશના સ્વભાવનું પ્રતિનિધિત્વ ન કરી શકે.

Author

Write A Comment