મિત્રો આજે અમે તમને ખાસ જાણકારી આપવા જઈ રહ્યાં છીએ અને આ મુજબ જો તમે પણ તમારા બાથરૂમમાં પણ ગેસ ગીઝર લગાવેલું છે તો આજની આ માહિતી ખાસ તમારે વાંચવી જોઈએ.
ગેસ ગીઝર નો ઉપયોગ કરતા પહેલા તમારે સાવધાની રાખવા ની જરૂર છે. નાની અમથી એવી બેદરકારી દુર્ઘટનાનું કારણ બની શકે છે. ત્યારે આવોજ એક આંખ ઉગાડતો કિસ્સો સામે આવ્યો છે અને આ મુજબ ગાઝીયાબાદના ખોડામાં ગેસ ગીઝર સાથે લાગેલો સિલિન્ડર ફાટતા 4 લોકો ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયા.
તપાસમાં જાણવા મળ્યું કે પરિવારે બાથરૂમ માં બારી જેવું ચોસલું બનાવીને સિલિન્ડર ને લટકાવી રાખ્યો હતો. એક્સપર્ટનું કહેવું છે કે ગેસથી ભરેલા સિલિન્ડરને લટકાવી રાખવાથી તેમાં ગેસનું પ્રેસર વધી જાય છે. જેના કારણે તેના ફાટવાની સંભાવના વધી જાય છે. ત્યારે હવે આજે મિત્રો અમે તમને જણાવીશું કે ઘરમાં જો ગેસ ગીઝર હોય તો કેવી સાવચેતી રાખવી જોઈએ.
શિયાળમાં મોટે ભાગે હવે લોકો પાણી ગરમ કરવા ગેસ ગીઝર નોજ ઉપયોગ કરતાં થઈ ગયાં છે. ગેસ ગીઝરથી દરવર્ષે કોઈને કોઈ દુર્ઘટના થાય છે. તેમ છતાં લોકો તેનાથી શીખતા નથી.
ગેસ ગીઝર જો બાથરૂમની અંદર લાગેલું હોય તો ત્યાં વેન્ટિલેશનની પ્રોપર વ્યવસ્થા હોવી જોઈએ. સિલિન્ડર બાથરૂમની અંદર રાખવાના બદલે બહાર બાલ્કની અથવા ખુલ્લી જગ્યાએ રાખવો વધારે સેફ છે. મિત્રો આ ખુબજ અગત્યની વાત છે જો તમે ગેસ ગીઝર ઘરે ફિટ કરાવો છો તો તેનાં માટે તમારે ખાસ ધ્યાન રાખવું કે તે ગેસ નો બાટલ મુકવા માટે બાથરૂમ થી દુર એક ખાસ વ્યવસ્થા કરવી જોઈએ.
જો તને નવું ગેસ ગીઝર ખરીદ વાનું વિચારો છો તો તમારે ખાસ કરીને બ્રાન્ડેડ કંપનીના આઈએસઆઈ માર્કાવાળા નાના અને મોટા ગીઝરનો ઉપયોગ કરવો જોઈએ.
તમે જે કંપનીનું ગેસ ગીઝર લો ફિટિંગ પણ તે કંપનીના એન્જિનિયર પાસેજ કરાવો ઘણીવાર લોકો પ્લમ્બર અથવા લોકલ મિસ્ત્રી પાસેથી ફીટિંગ કરાવે છે. જે થોડો ફાયદો કરાવતા ખતરો બની શકે છે. તમેં પૈસા બચાવવા ની આડમાં ઘરે મોટો ખતરો લાવી શકો છો.
ખાસ કરીને તમે જ્યારે ગેસ ગીઝર બેસાડાવો છો તો ગેસ ગીઝરને બાથરૂમની બહાર જ લગાવો. જો બાથરૂમમાં લાગેલું હોય તો એક્ઝોસ્ટ ફેન જરૂર હોવો જોઈએ. જેથી અંદરની ગેસ અને વરાળ બહાર નીકળી શકે. ઘરમાં તમારે ખાસ પ્રકારની એક ગીઝરની અલગ જ્ગ્યા બનાવી જોઈએ. જો તમે ખાસ કરીને ગીઝર ને બાથરૂમમાં ફિટ કરાવો છો તો અમુક ખાસ ધ્યાન રાખવું.
ગેસની દુર્ગંધ આવવા પર સિલિન્ડર બંધ કરી બારી દરવાજા ખોલી દો, નાહતા પહેલા ગીઝરથી પાણી કાઢીને ડોલમાં ભરો.
ગેસ ગીઝર લાઈટ પર ચાલતા ગીઝરની અપેક્ષાએ ખૂબ જ સસ્તું છે પરંતુ સમય પર સર્વિસ ન કરાવવા પર તે જીવલેણ સાબિત થઈ શકે છે.
સમય પર ગેસ પાઈપ ચેક કરતા રહેવું જોઈએ પાઈપ અને સિલિન્ડરમાં કનેક્ટ થનારું વાઈસર લીક થઈ જાય છે. જેના કારણે ગેસ લીક થાય છે. અને ગંભીર પરીણામ આવી શકે છે. તો આ નાની નાની વાતો તમારે ખાસ યાદ રાખવી જોઈએ. તો મિત્રો આ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.