જયશ્રી પરવાર રોજ તેના ઘરે 100 બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ બનાવે છે, જાણો કેવી રીતે બનાવે છે પેડ

આપણા દેશમાં ઘણા બધા ઉદ્યોગો છે. પરંતુ ગોવાના જયશ્રી પરિવાર વિશે જાણી ને તમે પણ વિચારમાં પડી જશો. જયશ્રી પરિવાર રોજ તેના ઘરે 100 બાયોડિગ્રેડબલ સેનેટરી પેડ બનાવે છે, ઘરે દેશમાં વિવિધ સરકારી સંસ્થાઓ અને એનજીઓ સેનિટરી પેડના ઉપયોગ વિશે લોકોને જાગૃત કરવાનું કામ કરી રહી છે.

હાલ માર્કેટમાં ઘણા એવા સેનિટરી પેડ પણ છે કે જે ઇકોફ્રેન્ડલી છે, પર્યાવરણને નુકસાન કરતા નથી. ગોવાની જયશ્રી પરવાર બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડ બનાવે છે. તેઓ ગોવાની પેડવુમન તરીકે ઓળખાય છે, જયશ્રી પરિવાર રોજ તેના ઘરે 100 બાયોડેગ્રેડેબલ સેનેટરી પેડ બનાવે છે.

જયશ્રીએ જણાવ્યું છે કે, આ સેનિટરી પેડ માટીમાં નષ્ટ થઈ જાય છે, આનાથી પર્યાવરણ ને કોઈ નુકશાન થતું નથી.

જયશ્રીએ જણાવ્યું કે, અમારા સેનિટરી પેડ પર્યાવરણને અનુકૂળ છે. આ પેડ દેવદાર વૃક્ષના લાકડાંમાંથી બનેલા કાગળ, સિલિકોન પેપર અને બટર પેપરમાંથી બને છે. હું વર્ષ 2015થી આ રીતે સેનિટરી પેડનું ઉત્પાદન કરું છું.

સામાન્ય સેનિટરી પેડ બાયોડિગ્રેડેબલ હોતા નથી. અમારા પેડ દેવદાર વૃક્ષની લાકડીના કાગળમાંથી બન્યા છે, આ પેડ માટીના સંપર્કમાં આવ્યાને 8 દિવસની અંદર ભળી જાય છે.

વિદેશોમાં પણ આ સેનિટરી પેડની માગ છે.અને આ બાયોડેગ્રેડેબલ સેનિટરી પેડ માટીમાં નષ્ટ થઈ જાય છે,આનાથી પર્યાવરણ ને કોઈ નુકશાન થતું નથી.અને અમારો પરિવાર દરરોજ ઘરે 100 બાયોડીગ્રેડેબલ સેનેટરી પેડ બનાવે છે.

જયશ્રી એ તેની બાયોડીગ્રેડેબલ સેનીટરી પેડ બનાવવાની સંપૂર્ણ માહિતી આપી હતી. અને તેને જણાવ્યું હતું કે મારી એક ટિમ છે. જયશ્રીની મહિલા ટીમનું નામ ‘સહેલી’ છે. અને ચાર મશીનો દ્વારા રોજ 100 સેનિટરી પેડનું ઉત્પાદન થાય છે.

અત્યાર સુધી સહેલીએ કુલ 2000થી વધારે પેડનું ઉત્પાદન અને તેનું વેચાણ કરી દીધું છે, આ પેડને ‘સખી’ નામ આપવામાં આવ્યું છે. સખી સેનિટરી પેડ માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં પોતાનું નામ બનાવી લીધું છે.

બીજા દેશોમાં સેનિટરી પેડનું વેચાણ ઓનલાઇન ચેનલથી મદદથી કરવામાં આવે છે. અને બીજા દેશોમાં પણ આ બાયોડીગ્રેડેબલ સેનિટરી પેડ ની ખુબજ માંગ વધી છે. અને વિદેશી દેશો ને પણ અમે આ પેડ વેચાણ કરીએ છીએ.

વિદેશી દેશોને વિચાણ કરી ને અમે સારી આવક પ્રાપ્ત કરીએ છીએ, અને અમે ભારતમાં પણ આ પેડનું વેચાણ ખુબજ કરીએ છે. આ બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ ના ઉત્પાદન થી પર્યાવરણ ને કોઈ નુકશાન થતું નથી.

જયશ્રી એ બાયોડીગ્રેડેબલ સેનેટરી પેડ બનાવવાના સફર વિશે માહિત આપી હતી. અને જયશ્રી એ કહ્યું હતું કે સફરમાં ઘણી મુશ્કેલી આવી હતી. જયશ્રીએ કહ્યું કે, હાલ અમને સ્થાનિક લોકો પાસેથી જોઈએ એવો રિસ્પોન્સ મળી રહ્યો નથી, પણ ઓનલાઇન માગ સારી છે.

મારા માટે આ સફર સરળ રહ્યો નથી. હું જ્યારે એક્ઝિબિશનમાં મારો સ્ટોર ખોલતી હતી ત્યારે લોકો સેનિટરી પેડને જોઈને મોઢું ફેરવી લેતા હતા. અને લોકો મારા પર હસતા હતા. પરંતુ અમારી ટિમ એ હિંમત રાખીને કામ કર્યું અને છેલ્લે અમને સફળતા પ્રાપ્ત થઈ, હાલમાં અમને વિદેશી દેશો પાસેથી ખુબજ સારા પૈસા મળી રહ્યા છે. અને વિદેશી દેશોમાં આ પેડ ની ખુબજ માંગ છે.

ભવિષ્યનો પ્લાન

બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડનું ઉત્પાદન જયશ્રી તેના ઘરે જ કરે છે. આ કામથી તે પોતાના ગામ મલગાવની મહિલાઓને પણ રોજગારી પૂરી પાડે છે. હાલ આ પેડ ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન પર ઉપલબ્ધ છે.

જયશ્રીની ઈચ્છા છે કે, ભવિષ્યમાં તે દેશમાં વધાર જગ્યાએ પોતાની દુકાન ખોલે અને મોટા ભાગે મહિલાઓ બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડનો જ ઉપયોગ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here