કર્મ ના આધારે જાણો તમે આવતા જન્મ માં શું બનશો, કરેલા કર્મ ભોગવવા જ પડે છે. જાણો આવતા જન્મ માં કેવો અવતાર મળશે.

ઘણીવાર આપણે ખરાબ કામ કરતા કરતા હોઈએ અથવા તો કોઈક નું ખોટું કરતા હોય ત્યારે આપણે ને આપણા વડીલો અટકાવતા હોય છે. કારણ કે આપણા વડીલો કહેતા હોય છે, કે અહીંયા કરેલું અહીંયા જ ભોગવવું પડે છે. એટલે કે જો તમે સારા કર્મો કરશો તો તેનું સારું ફળ મળશે. અને જો ખરાબ કર્મ કરશો તેનો ખરાબ કામ ખરાબ પરિણામ મળશે. આપણે આપણા કર્મો ને પરિણામને કારણે જ આજ જન્મ લીધો છે અને જુઓ આજ જન્મ માં ખરાબ કામ કરશો તો બીજી ખરાબ યોનિમાં જન્મ લેવો પડશે.

ઘણીવાર વડીલો કહે છે કે અત્યારે સારા કર્મ કરશો તો બીજા જન્મમાં સારો અવતાર મળશે. આપણે પાછળના જન્મમાં કંઈક સારા પુણ્ય કર્યા હશે, એટલે જ આ જન્મે મનુષ્યનો અવતાર પ્રાપ્ત થયો છે. ગરૂડ પુરાણમાં કહ્યું છે કે, માનવની એ સૌથી શ્રેષ્ઠી યોની છે. પરંતુ ઘણીવાર માનવ જન્મ મળતા જ ભૌતિક સુખ ને જોઈએ છીએ અને સારા કર્મ કરવાનું ભૂલી જઈએ છીએ. અને ખરાબ કર્મ કરવા લગતા હોય છે.

મહર્ષિ વ્યાસ કહે છે કે, કેવા કર્મ કરવાથી દેવીઓની મળે અને આગલા જન્મમાં શું બનવું પડે તેના વિશે મહર્ષિ વ્યાસે ખૂબ જ મહત્વની જાણકારી આપી છે. વ્યાસ થી કહે છે કે જે વ્યક્તિ પોતાના મોટા ભાઈ નું અપમાન કરે છે, તે વ્યક્તિને આવતા જનમમાં કુચ નામના પક્ષીનું યોનિમાં જન્મ લેવો પડે છે. અને જો તે જન્મમાં સારા કામ કરે તો પછી તેને મનુષ્યનો જન્મ મળે છે.

દેવતાઓ અને પિતૃઓને સંતુષ્ટ કર્યા વગર જો કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો તેને સો વર્ષ સુધી કાગડાના અવતાર મળે છે. એટલે જ કહેવાય છે કે જ્યારે આપણે શ્રાદ્ધ કરીએ છીએ, ત્યારે કાગડાને ફરજિયાત ખવડાવવું જોઈએ. જેથી આપણી મૃત્યુદંડને શાંતિ થાય. અને જો શ્રાદ્ધમાં આપણે કાગડાને ના ખવડાવી એતો આગળના જન્મ માં આપણે કાગડા નો જન્મ મળે છે. અને પછી એક મહિના સુધી કૂકડા નો અને પછી સાપનો અવતાર મળે છે. બધા પાપ બળી જાય પછી જ મનુષ્યનો અવતાર મળે છે.

જે લોકો મનુષ્યજીવનમાં સોનાની ચોરી કરે છે. તેને કીડી મકોડા નો અવતાર મળે છે. અને જે લોકો ચાંદીની ચોરી કરે છે. તેને કબુતર નો અવતાર મળે છે. જે લોકો કપડા ની ચોરી કરે છે, તેને પોપટ નો અવતાર મળે છે. અને જે લોકો સુગંધિત વસ્તુ ની ચોરી કરે છે, તેને સુંદર નો અવતાર મળે છે. આ ઉપરાંત વ્યાસ થી વધારે જણાવે છે કે જે લોકો શસ્ત્ર વડે કોઈ મનુષ્યની હત્યા કરે તો તેને ગધેડા નો અવતાર મળે છે. અને પછી બગલા નું ત્યારબાદ માછલી નો અવતાર મળે છે. અને તેનું મૃત્યુ પણ શસ્ત્ર થી જ થાય છે.

વ્યાસજી સ્ત્રી બાબતે કહે છે કે, જે લોકો પારકી સ્ત્રી સાથે સંબંધ રાખે છે. તેને ખૂબ જ ખરાબ ન જોવું પડે છે. અને દંડ ભોગવવો પડે છે તેમજ ઘણી બધી વેદના સહન કરવી પડે છે. બીજી સ્ત્રી સાથે સંબંધ રાખનાર ને પહેલા ભેડીયા નો જન્મ લેવો પડે છે. પછી કૂતરાનું અને સાપનો ત્યારબાદ કાગડાનો અને પછી બગલા નો અવતાર લઈને અલગ-અલગ યાતનાઓમાંથી પસાર થવું પડે છે અને ખૂબ જ કષ્ટ વેઠવું પડે છે.

કુલ યોનિમાં 84 લાખ યોની આવેલી છે. જેમાં ૩૦ લાખ જેટલા ઝાડવા કે છોડ હોય છે. ૧૪ લાખ જેટલા પશુ-પંખીઓ હોય છે. ૨૭ લાખ જેટલા કીડા મકોડા હોય છે. નવ લાખ જેટલા પાણીમાં રહેતા જીવજંતુ હોય છે. અને ચાર લાખ જેટલા દેવો મનુષ્યો અને પશુ હોય છે. ધર્મગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે પોતાના કર્મ ના ફળ ના આધારે દરેક ને જન્મ લેવો પડે છે. જે વ્યક્તિ સારા કર્મો કરે છે તેને સારી યોનિમાં જન્મ મળે છે. અને જે ખરાબ કામ કરે છે તેને ખરાબ યોની માં જન્મ લેવો પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here