52 શક્તિપીઠ માંથી ગુજરાતમાં આવેલા 4 શક્તિપીઠ વિશે, ગુજરાતીઓ એ મરતા પહેલા જરૂરથી દર્શન કરવા જોઈએ. બીજાને અચૂક શેર કરો.

દરેક લોકોને પોત પોતાના અલગ-અલગ માતાજી ને માનતા હોય છે. એવું કહેવાય છે કે જ્યારે સતી ના મૃત્યુ બાદ તેનું શબ જોઇને ભગવાન શંકર વ્યાકુળ થઈ ગયા ત્યારે શબ હાથમાં લઈને ભગવાન શિવજીએ તાંડવ શરૂ કર્યું ત્યારે વિષ્ણુ ભગવાને તેને શાંત કરવા માટે સતી ના શરીર પર સુદર્શન ચક્રથી સતીના શબ ના ટુકડા થઈ ગયા અને પૃથ્વી માં અલગ અલગ જગ્યા પર પડ્યા. તે ટુકડા જે જગ્યા પર પડ્યા તેને શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ શક્તિપીઠ ખાલી ભારતમાં જ નહિ પરંતુ બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન પર આવેલા છે. આ 52 શક્તિપીઠ માના ચાર શક્તિપીઠ ગુજરાતમાં આવેલા છે. તો ચાલો આજે આપણે ગુજરાતમાં આવેલા શક્તિપીઠ વિશે જાણીએ.

બનાસકાંઠા જિલ્લામાં અંબાજી નું શક્તિપીઠ આવેલું છે. ગબ્બર પર્વત ના આરાસુર પર્વત શિખર પર માતા સતી નું હૃદયનો ભાગ પડ્યો હતો. એટલે જ આ બધા શક્તિપીઠ માંથી  ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અંબાજી શક્તિપીઠના મંદિરને ચાચર ચોક ના નામથી પણ ઓળખાય છે. એવું કહેવાય છે કે, જ્યારે માતા અંબા એ આરાસુરનું સંહાર કર્યો હતો ત્યારે આ શક્તિપીઠ નું સ્થાપન થયું.

અંબાજીના મંદિરમાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાની માનતાઓ માને છે. વર્ષો પહેલા મૂળ મંદિર બેઠા ઘાટનું નાનું હતું. ત્યારબાદ તેમાં સમારકામ કરીને અત્યારે મંદિરનો કળશ સોનાનો કરવામાં આવ્યો છે. એક ખુબજ જાણવા જેવી માહિતી છે કે જે માતાજીનું છે અસલ સ્થાનકમાં મૂર્તિ નથી પણ ગોખમા એવી રીતે અલંકારો ગોઠવેલા છે દર્શન કરનાર ભક્તોને સવાર, બપોર અને સાંજે અલગ અલગ જાતના દર્શન થાય છે. માતાજીની મૂર્તિની સામે વર્ષોથી અખંડ દીવા બળે છે.

ત્યાર બાદ ગુજરાતમાં પર્વત પર એક શક્તિપીઠ આવેલું છે. શંકુ આકાર ધરાવતો આ પર્વત પર માતા સતી નું જમણા પગની આંગળી પડી હતી. પાવાગઢના ડુંગર પર મહાકાળી તરીકે માતા બિરાજમાન છે. આ પર્વત પર માતાએ રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. રક્તબીજ ને એવા આશીર્વાદ હતા કે જો તેના લોહીનું એક ટીપું પણ જમીન પર પડે તો તેના જેવા રાક્ષસ ઉપર થાય. માતા મહાકાળીએ ખપ્પર ની મદદથી રક્તબીજ નો સંહાર કર્યો હતો.

પાવાગઢના ડુંગર એ એક વિશ્વ મિત્ર નામનું ઝરણું છે. ઇતિહાસ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે, ચાંપાનેર ના રાજા મહાકાળી ના ઉપાસક હતા. મહાકાળી માં રાજનની ભક્તિથી પ્રસન્ન થઇને દર નવરાત્રીના નવ દિવસ સુધી ગરબા રમવા માટે આવતા હતા. છેલ્લા શાસક રાજા જયસિંહે એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું હતું. અને માતાના રૂપથી મોહી ગયા હતા. રાજાએ માતા નો પાલવ પકડી રાણીપ વળવા કહ્યું હતું માતાજી એ ઘણું સમજાવ્યા બાદ પણ રાજા જિદ ના  છોડી અને તેનાથી કોપાયમાન થઈને માતાએ અસલી રૂપ ધારણ કર્યો હતો.

ત્યાર બાદ મધ્ય ગુજરાતમાં બહુચરાજી આવેલું છે. અહીંયા માતા સતી નું ડાબો હાથ પડ્યો હતો એવું કહેવાય છે બહુચરાજી ના હાથમાં જમણા હાથમાં તલવાર ડાબા હાથમાં એક બંધ છે નીચેના જમણા હાથમાં અભય મુદ્રા અને નીચેના ડાબા હાથમાં ત્રિશુલ ધરાવે છે. બહુચરાજી માતા નું વાહન કૂકડો છે જે નિર્દોષતા નું પ્રતિક છે. બહુચરાજી ના મંદિરે દર પુનમે મેળો ભરાય છે.

આ ત્રણ શક્તિપીઠ ખૂબ જ જાણીતા છે ત્યારબાદ હજી થોડા વર્ષ પહેલા જ શક્તિપીઠ છે એવી ખબર પડી. તે છે ભરૂચ માં આવેલું અંબા માતાનું મંદિર. આ શક્તિપીઠની સ્થાપના 1944 માં કરવામાં આવી હતી. માતાજીની મૂર્તિ ચંદન અને સુખડ માંથી બનેલી છે. ત્યારબાદ તેનું સમારકામ કરીને 1953માં આરસ ની નવી મૂર્તિ મુકવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here