શરીર ના આ રોગ માટે અમૃત છે એલોવીરા, જાણી લો તેને વાપરવાની યોગ્ય રીત

એલોવીરા વાપરવાની યોગ્ય રીત જો તમને ખબર હોય તો આ સ્કિન પ્રોબ્લેમ તથા વાળ ને લગતી સમસ્યા માટે અમૃત સમાન છે. એલવેરા ના ઉપયોગ થી ઘણા રોગ મટાડી શકાય છે. આટલી ભાગદોડ ભરી જિંદગી માં સ્કિન પ્રોબ્લેમ વાળ વધતું પ્રદુષણ ના કારણે હેર પ્રોબ્લૅમ ઘણા રોગો થાય છે. આજે જાણીએ તેનું નિરાકરણ એલોવિરા.

એલોવિરા કે કુંવારપાઠુ એ ઘરમાં આસાનીથી ઉગાડી શકાતો પ્લાન્ટ છે. મૂળ આફ્રિકાના આ છોડના એટલા બધા ફાયદા છે કે ઇજિપ્તમાં તો તેને અમરત્વ આપતા અમૃત તરીકે ઓળખવામાં આવે છે. તેના લાંબા પાન અને તેની અંદરનો ચીકણો સ્ત્રાવ શરીર માટે ખૂબ જ લાભકારક છે. આ જેલને તમે શરીર ઉપર પણ લગાવી શકો છો અને ગળી પણ શકો છો.

એન્ટિસેપ્ટિક

શું તમે જાણો છો કે એલોવિરા એ કુદરતી એન્ટિસેપ્ટિક છે? તે શરીરના બેક્ટેરિયા, ફંગસ, વાઈરસ અને બીજા જંતુઓનો ખાત્મો બોલાવી દે છે. એલોવિરાનો આ ગુણ સંશોધકો અને વૈજ્ઞાનિકોને એટલો આકર્ષી ગયો છે કે તેઓ એલોવિરામાંથી AIDS જેવા અસાધ્ય રોગનો ઈલાજ શોધવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે.

કોમળ ત્વચા

એલોવિરા જેવી કોમળ ત્વચા તમે ગમે તેટલુ મોંઘુ સ્ક્રબ વાપરશો તો પણ નહિં મળે. એલોવિરાના પાનમાંથી નીકળતું જેલ તમારા શરીર પર ઘસો અને પછી શાવર લો. તમારી સ્કિન પહેલા કરતા અનેક ગણી વધારે સ્મૂધ થઈ જશે. આ ઉપરાંત રસોડામાં સામાન્ય દાઝી ગયા હોય કે દાઝવાનું નિશાન પડી ગયું હોય તો તેના માટે પણ એલોવિરા અકસીર છે.

ઠંડક આપે છે

શું તમે જાણો છો કે એલોવિરામામં મેન્થોલ જેવી જ ઠંડક આપવાનો ગુણ છે? ઉનાળામાં આકરા તાપને કારણે સ્કિન કાળી પડી ગઈ હોય, જીવડુ કરડી ગયુ હોય, દાઝવા-પડવાના નિશાન હોય તો પણ તે જગ્યાએ એલોવિરા નિયમિત લગાવવાથી પીડામાં રાહત રહે છે અને સ્કિનનો રંગ પહેલા જેવો જ થઈ જાય છે અને નિશાન દેખાતા નથી.

ચહેરાની ત્વચામાં ચમક

ચહેરા પર પિમ્પલ હોય કે પછી ડ્રાય સ્કિન, એલોવિરાનું જેલ લગાવવાથી આ તમામ સમસ્યાનો ઉકેલ મળી જાય છે. તે ત્વચાને ચમકદાર બનાવે છે અને મોં પરથી ચાઠા કે ડાર્ક સ્પોટ હટાવે છે. એલોવિરા જેલમાં 2 મોટા ચમચા ઓર્ગેનિક બ્રાઉન શુગર અને 1 ટેબલ સ્પૂન લીંબુનો જ્યુસ મિક્સ કરીને તેનું માસ્ક ફેસ પર લગાવવામાં આવે તો ત્વચા નિખરી ઊઠે છે.

વાળ

ઘટાદાર અને ચમકદાર વાળ માટે એલોવિરા ખૂબ જ ઉપયોગી જડીબુટ્ટી છે. એલોવિરા જેલને સ્કાલ્પ પર લગાવી 30 મિનિટ રહેવા દો અને પછી ધોઈ નાંખો. એલોવિરાને કોકોનટ મિલ્ક સાથે મિક્સ કરી લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારો મળે છે. કંડિશનરને બદલે એલોવિરા ટ્રાય કરી જુઓ, તમારા વાળનું ટેક્સચર વધારે સ્મૂધ અને સુંદર થઈ જશે.

પેટની સમસ્યા

પેટની સમસ્યામાં એલોવિરાથી સારી બીજી કોઈ દવા નથી. અપચો હોય કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, પેટના તમામ રોગો માટે એલોવિરા અકસીર દવા છે. છાતીમાં બળતરા, આર્થરાઈટિસ જેવા દુઃખાવામાં પણ એલોવિરા રાહત આપે છે. અસ્થમાના દર્દીઓ એલોવિરાના પાનને ઉકાળી તેની નાસ લે તો તેમને રાહત મળે છે.

બ્લડ પ્રેશર-ડાયાબિટિસ

બ્લડ પ્રેશર અને ડાયાબિટિસ જેવા રોગો આજના જમાનામાં સાવ સામાન્ય થઈ ગયા છે. આ રોગો માટે ગોળીઓ ગળવા સાથે એલોવિરાનો પ્રયોગ કરી જુઓ, વધુ સારા રિઝલ્ટ મળશે. એલોવિરા કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે અને હૃદયને તંદુરસ્ત બનાવે છે. સોજો આવ્યો હોય તો તેમાં પણ એલોવિરા રાહત આપે છે.

ગુપ્ત ભાગમાં ખંજવાળ

ગુપ્ત ભાગમાં ખંજવાળ આવતી હોય તો કોઈ ક્રીમના બદલે એલોવિરા લગાવી જુઓ. ખંજવાળમાં તરત જ રાહત મળશે. આ ઉપરાંત પેશાબમાં ઇન્ફેક્શન હોય, પેટમાં અલ્સર હોય તો પણ એલોવિરાથી રાહત મળે છે. એલોવિરા લાખ દુઃખોની એક દવા છે. નિયમિત 50 થી 200 mg એલોવિરા જેલનું સેવન કરવાથી શરીર ચુસ્ત અને તંદુરસ્ત રહે છે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here