દ્રૌપદી ના આ શ્રાપ ના કારણે કુતરા આજે પણ કરે છે ખુલ્લામાં સહવાસ, જાણો એવું તે કયું પાપ કર્યું હતું, ચોક્કસ તમે નહિ જ જાણતા હોય.

મહાભારતનું યુદ્ધ વિશે સૌ કોઈએ વાંચ્યું અને જોયું હશે. આ યુદ્ધ થવા પાછળ ઘણા કારણ હતા. તેમાંથી સૌથી મોટું કારણ હતું પાંડવોની પત્ની દ્રોપદી. એવું કહેવાય છે કે દ્રૌપદી ના કારણે જ મહાભારત નું યુદ્ધ થયું હતું. આને અમે એક એવી વાત કહેવાના છીએ જે ના કોઈએ સાંભળી હશે કે જોઈ હશે. આપણે ઘણીવાર કુતરા ને ખુલ્લામાં સહવાસ કરતા જોયા હશે. તો તેના પાછળ નું કારણ શું હતું તેના વિષે આજે આપણે જાણીએ.

દ્રૌપદીએ મહાભારતનું એક નંગ છે. દ્રૌપદીજી પંચાલ રાજા દ્રુપદના પુત્રી હતી. જે પછીથી પાંચ પાંડવોની પત્ની બની હતી. દ્રૌપદીને પાંચાલી કે કુમારી તરીકે પણ કહેવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે પાંચ પાંડવો ને એક જ પત્ની હતી. જયારે તેમના લગ્ન થયા ત્યારે બધા પાંડવોએ ભેગા થઈને નક્કી કર્યું હતું કે દ્રૌપદી દરેક એક વર્ષ એક પાંડવો સાથે રહેશે. અને તેમની સાથે સમય વિતાવશે. અને એવું પણ નક્કી કરવામાં આવ્યું કે જ્યારે દ્રૌપદી જી ઓરડામાં હોય ત્યારે બીજો કોઈ પાંડવ અંદર પ્રવેશ કરશે નહીં.

જ્યારે પણ કોઈ પણ પાંડવ દ્રોપદી ના કક્ષમાં જતાં હતા ત્યારે તેના ચપ્પલ બહાર કાઢીને જતાં હતાં. એટલે બીજા કોઈ પાંડવ આવે ત્યારે ચંપલ જોઈને  કોઈ દ્રૌપદી ના કક્ષમાં પ્રવેશ કરી શકે નહીં. એકવાર જ્યારે અર્જુન દ્રોપદી ના કમરામાં હતા ત્યારે અચાનક જ દ્રૌપદી ના કક્ષની બહાર એક કૂતરું આવ્યું અને કુતરા રમતા રમતા જ અર્જુન ચપ્પલ લઇ લીધું અને પછી ચંપલને લઈને બાજુના જંગલમાં જતું રહ્યું.

થોડા સમય પછી ભીમ દ્રૌપદીના કક્ષની બહાર થી નીકળ્યા ત્યારે તેણે જોયું કે દ્રોપદીના રૂમની બહાર કોઈ ચપ્પલ નથી. એટલે અંદર એક પણ પાંડવો નહિ હોય. આવું વિચારીને ભીમે દ્રોપદીને રુમમાં પ્રવેશ કર્યોં. આ રીતે ભીમને પોતાના કક્ષમાં જોઈને દ્રોપદીજી શરમાઈ ગયા અને ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને ભીમને કહ્યું કે અર્જુન હતા તો તમે શા માટે પ્રવેશવા માટે આવ્યા. ત્યારે ભીમે કહ્યું કે કક્ષની બહાર કોઇપણ ચપ્પલ હતું નહીં એટલે મને એવું થયું કે એક પણ પાંડવ ભાઈ નહીં હોય એટલે હું અંદર પ્રવેશ કર્યો.

ત્યાર પછી અર્જુન અને ભીમે થઈને ચપ્પલ શોધવાનું શરૂ કર્યું. શોધતા-શોધતા બાજુના જંગલમાં જઈને જોયું તો એક કૂતરું અર્જુન ના ચપ્પલ સાથે રમી રહ્યું હતું. દ્રોપદી જી ખૂબ જ શરમિંદગી અનુભવતા હતા. અને તેણે કુતરા ને શ્રાપ આપી દીધો કે આજે જેવી રીતે મને સહવાસ કરતાં જોઈ છે એ જ રીતે તને આખી દુનિયા સહવાસ કરતાં જોશે. ત્યારથી જ માનવામાં આવે છે કે કૂતરા સહવાસ કરતા સમયે કોઈ લાજ-શરમ રાખતા નથી અને ખુલ્લેઆમ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here