WhatsApp પર આવી રીતે છુપાવી શકાય ‘Blue Tick’

0

WhatsApp માં પ્રાઈવેસી સૌથી વધારે જરૂરી છે. આજ કારણોસર આ એપમાં પ્રાઈવેસી માટે કેટલાએ લેયર રહેલા છે, જેનો ઉપયોગ તમે જરૂર પડે ત્યારે કરી શકો છો. જો તમે પોતાનો પ્રાઈવેટ ડેટા છુપાવવા માટે ઓનલાઈન હોવા છતાં બીજા માટે ઓનલાઈન ન દેખાવા માંગતા હોવ તો, અમે તેની ટ્રીક તમને જણાવીએ.

આ ટ્રિક દ્વારા તમે ઓનલાઈન હોવા છતાં ઓફલાઈન જ દેખાશો અને તે બ્લૂ ટીકની ઝંઝટ પણ ખતમ થઈ જશે. કહેવાનો મતલબ કે તમે સામેવાળી વ્યક્તિનો મેસેજ તો વાંચી શકશો, પરંતુ સામેવાળી વ્યક્તિને બ્લૂ ટીક નહીં દેખાય.

લાસ્ટ સીન અને બ્લૂ ટીકવાળી ઝંઝટમાંથી છૂટકારો મેળવવા માટે તમારા WhatsAppના સેટિંગમાં જાઓ. ત્યારબાદ એકાઉન્ટમાં જાઓ અને ત્યારબાદ પ્રાઈવેસીમાં જાઓ. સૌથી ઉપર તમને Last Seen ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરવા પર જો તમે Nobodyને ડિફોલ્ટ તરીકે પસંદ કરો છો તો હવે કોઈને પણ તમારૂ લાસ્ટ સીન જોવા નહી મળે.

હવે જ્યારે તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો તમને Read receipts ઓપ્શન જોવા મળશે. આને અનચેક કરવાથી WhatsApp ફેમસ બ્લૂ ચેક માર્ક ઉપયોગ કરવાનું બંધ થઈ જશે. પરંતુ આ બંને તરફ કામ કરે છે. કહેવાનો મતલબ કે, જ્યારે તમે મેસેજ મોકલશો, તો સામેવાળી વ્યક્તિએ તમારો મેસેજ વાંચ્યો કે નહી તે પણ બ્લૂ ટીકના માધ્યમથી તમને ખબર નહીં પડે.

લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here