આ કિસ્સામાં સાચા નામ છુપાવવા માં આવ્યાં છે. ગુજરાતના એક નામચીન જિલ્લા ની નર્સિંગ કોલેજમાં ટયુટર તરીકે નોકરી કરતો એક હવસખોર નર્સિંગ કોલેજની વિદ્યાર્થી નીઓની જાતીય સતામણી મામલે ફરીયાદ બાદ નાસતા ફરતા આ આરોપીને આખરે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે જોતજોતામાં આ મામલો ઘણો વાયરલ થયો હતો.
ગુજરાતની નામચીન નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટયુટર તરીકે ફરજ કર્મચારી દ્વારા અભ્યાસમાં સારા માક્સ આપવાની લોભ લાલચ આપી યુવતીઓ સાથે યૌન શોષણ કરતો જો કોઈ યુવતી તેને ના પાડતી તો તે તેને નાપાસ કરવા નું કહેતો હતો.
ગુજરાત જ નહીં પરંતુ અનેક જગ્યાએ આવી રીતે યુવતીઓ નું શોષણ કરતાં કિસ્સાઓ સામે આવ્યાં છે. જાતીય શોષણ કરવામાં આવતુ હોવાની વિદ્યાર્થીનીઓ દ્વારા પોલીસ મથકમાં તા.14-12-2018 નાં રોજ ફરીયાદ નોંધાતા કથિત આરોપી ઉન્ડરગ્રાઉન્ડ થઈ ગયો હતો અને દરેક જગ્યાએ થી નાસતો ફરતો હતો.
નર્સિંગ કોલેજની પીડીત વિદ્યાર્થીઓની ફરિયાદને ગંભીરતા દાખવી પોલીસ મથકનાં પી.એસ.આઈ અને એલ.સી.બી.પી.એસ.આઈ. ની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધરી આરોપીની કોલ ડિટેઈલ કાઢી તપાસ આરંભી હતી અને આ આ આરોપીને ગમેતે સ્થિતિ માં શોધી કાળવાનું જણાવ્યું હતું.
પોલીસ ની સખત મહેનત નું સારું પરિણામ સામે આવ્યું હતું.ત્યારે ઝડપાયેલા આરોપી વિપુલ શાહની પુછપરછમાં સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજનાં અન્ય ટયુટર સહિત સ્ટાફની પણ સતામણી મામલે નામો ખુલવાની શક્યતા દેખાઈ રહી છે માટે પોલીસે આ દરેક લોકોની કડક તાપસ હાથ ધરી હતી.