ભારતમાં તમને અજીબો-ગરીબ મંદિરો પણ જોવા મળે છે, ક્યાંક કોઈ જગ્યાએ ઝાડની પૂજા થતી હોય તો ક્યાંક પાણીની, ક્યાંય વાયુ ની તો ક્યાંક અગ્નિની

જોધપુર-અમદાવાદ હાઈવે પર આવેલું છે મંદિર

જોધપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર જોધપુરથી પાલી જતી વખતે પાલીથી લગભગ 20 કિલોમીટર દૂર રસ્તા પાસે એક મંદિર આવેલું છે. આ મંદિરમાં કોઈ દેવી-દેવતા નહીં પણ એક  બુલેટ બાઈકની પૂજા થાય છે. અહીં માત્ર સામાન્ય જનતા નહીં પણ પોલીસવાળા પણ દર્શન કરવા માટે આવે છે. તો ચાલો જાણીએ આ મંદિરનું મહત્ત્વ અને મોટર સાઈકલની પૂજાનું કારણ.

આ મંદિર ઓમ બન્નાને સમર્પિત છે

બાઈકની પૂજા થાય છે એવું આ મંદિર ઓમ બન્નાને સમર્પિત છે. ઓમ બન્નાનું આખું નામ ઓમ સિંહ રાઠોડ છે. તેઓ પાલી શહેર પાસે આવેલા ચોટિલા ગામના ઠાકુર જોગ સિંહ રાઠોડના પુત્ર હતા. વર્ષ 1988 માં આ બાઈક પર ગામ પરત ફરતી વેળાએ એક દુર્ઘટનામાં ઓમ બન્નાનું મૃત્યુ નીપજ્યું હતું.

એક્સિડન્ટમાં મૃત્યુ નીપજ્યું હતું

સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓ સાંજના સમયે ગામ પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન ટ્રક સાથે એક્સિડન્ટ થતા  તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઓમ બન્નાના એક્સિડેન્ટ બાદ પોલીસ  ઘટનાસ્થળે આવીને તેમનું શબ અને બાઈક પોલીસ સ્ટેશન લઈ ગઈ.

બાઈક ઘટનાસ્થળે પહોંચી ગયું

પણ, આગામી દિવસે જોયું તો આ બાઈક પોલીસ સ્ટેશનમાં નહોતું  પણ ઘટનાસ્થળે ઊભું હતું. પોલીસ ફરી એક વખત આ બાઈકને પોલીસ  સ્ટેશન લઈને આવી પરંતુ આગામી સવારે આ બાઈક પોલીસ સ્ટેશનમાંથીગાયબ થઈને ઘટનાસ્થળે પહોંચી ગયું. ત્યારબાદ પોલીસે આ બાઈકને સાંકળથી બાંધી લીધું તેમ છતાં સાંકળ તોડીને આ બાઈક ઘટનાસ્થળે પહોંચી ગયું કે જ્યાં ઓમ બન્નાનો એક્સિડેન્ટ થયો હતો.

અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું

આ રીતે વારંવાર બાઈક ઘટનાસ્થળે પહોંચી જતા ઓમ બન્નાના પિતાએ આ ઘટનાને ઓમ બન્નાની ઈચ્છા માનીને બાઈકને ત્યાં જ ચબૂતરો બાંધીને ઊભું કરવામાં આવ્યું. કારણકે આ બાઈક ઓમ બન્નાનું મિત્ર સમાન હતું. ત્યારબાદ અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. અહીંથી પસાર થતા યાત્રીઓ આવતા-જતા ઓમ બન્નાના મંદિરમાં પ્રાર્થના કરીને આગળ વધે છે.

ઓમ બન્નાના જન્મદિવસને સ્થાનિક લોકો ઉત્સવની જેમ ઉજવે છે. આ દરમિયાન બાઈક રેલી અને ઘણાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

Write A Comment