શું તમને પણ શરીર ના આ અંગ પર ખંજવાળ આવે છે? તો થશે અઢળક ધન લાભ,તેમાં પણ પગના તળિયામાં આવે તો થશો માલામાલ,અને હથેળીમાં આવે તો……

આજની વ્યસ્ત અને ફાસ્ટ જિંદગીમાં લોકો પોતાના આર્થિક રીતે સારું થવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે. અને પૈસાની પાછળ ભાગતા હોય છે. તનતોડ મહેનત કર્યા પછી જો ધન મળે તો સારો સંકેત કહેવાય છે. ઘણીવાર બહુ વધારે મહેનત કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત થતી નથી. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે શરીરમાં બદલાવના કારણે પણ સફળતાની પાછળ કારણ રહેલા હોય છે તો ચાલો આજે આપણે જાણીએ તેના વિશે.

આમ તો શરીરમાં કોઈપણ અંગ પર ખંજવાળ આવવી એ એક ખુબ જ સામાન્ય પ્રવૃત્તિ છે. દરેક લોકોને કોઈપણ સમયે કોઈપણ અંગ પર ખંજવાળ આવી શકે છે. પરંતુ હાથની રેખાઓમાં એવું બતાવવામાં આવ્યું છે કે  તો ઘણી બધી જગ્યાએ ખંજવાળ આવવાથી ઘણા બધા લાભ થાય છે. અને ઘણી વખત નુકસાન પણ થાય છે. તો ચાલો, આજે આપણે જાણીએ કે શરીરના કયા ભાગ પર ખંજવાળ આવતી ભવિષ્યમાં ધનલાભ થશે, અને કયા ભાગ પર ખંજવાળ આવવાથી નુકસાન થશે.

જો ખભા પર ખંજવાળ આવતી હોય તો તે એવું સૂચવે છે કે, થોડા સમયમાં જ કોઈ ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થવાની છે. આ ઉપરાંત થોડા સમયમાં સંતાનસુખ પ્રાપ્ત થશે એવું પણ સૂચવે છે. ખભા પરની ખજવાળ એવું સૂચવે છે કે ભવિષ્યના ટૂંક સમયમાં જ કંઈક સારું થવાનું છે. અને જો જમણા હાથની હથેળીમાં ખંજવાળ આવે તો એનો અર્થ શું થાય છે કે, ટૂંક સમયમાં જ ખૂબ જ વધારે ધન લાભ પ્રાપ્ત થશે, અને જો ડાબા હાથની હથેળીમાં ખજવાળ આવે તો હાથમાંથી પૈસા જતા રહેશે એવું સૂચવે છે.

આંખમાં ખંજવાળ આવવાથી એવું સૂચવે છે કે, ગમે ત્યારે પૈસા આવવાની સંભાવના છે. ઘણીવાર પૈસા ને લગતું કામ અટવાયેલું હોય તો જો આંખમાં ખંજવાળ આવે તો તે પાર થઈ જશે એવું સૂચવે છે. જો ડાબા ગાલ પર ખંજવાળ આવે તો જે વ્યક્તિને તમે ખૂબ જ પ્રેમ કરો છો તે તમારા પ્રત્યે ખૂબ જ સારું વિચારી રહ્યો છે. જ્યારે જમણા ગાલ પર ખંજવાળ આવે તો તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ તમારા વિશે ખરાબ વિચારી રહ્યો છે. માથાના પાછળના ભાગમાં ખંજવાળ આવે તો એવું કહી શકાય કે થોડા સમયમાં જ પ્રમોશન મળશે અને કામમાં પ્રગતિ થશે.

એવું કહેવાય છે કે પુરુષોની છાતી પર ખંજવાળ આવે તો પોતાના પિતાની સંપત્તિ મળવાની શક્યતા રહેલી છે. અને જુઓ મહિલાને ખંજવાળ આવે તો બાળકને બીમાર થવાની સંભાવના રહે છે. ઘણીવાર કોઇ કેમિકલ ના લીધે પગ ના તળિયા માં ખંજવાળ આવે છે પરંતુ જુઓ જમણા પગના તળિયામાં ખંજવાળ આવતી હોય તો ટૂંક સમયમાં જ યાત્રા  ના સારા સમાચાર મળશે તેવું કહી શકાય અને જો ડાબા પગના તળિયામાં ખંજવાળ આવતી હોય તો યાત્રા દરમિયાન આર્થિક નુકસાન ભોગવવું પડશે એવું કહી શકાય છે.

જો ગળાના ભાગમાં ખંજવાળ આવતી હોય તો કુટુંબમાં કોઈ વ્યક્તિ તબિયત ખરાબ થવાની સંભાવના રહેલી છે. જો જમણા નેણ પર ખંજવાળ આવે તો ટુક સમયમાં જૂના મિત્રોની મુલાકાત થશે એવું કહી શકાય અને જુઓ નાક પર ખંજવાળ આવતી હોય તો કોઈ વ્યક્તિ તમને નિરાશ કરી કરી શકશે અથવા તમે નિરાશ થશો એવું કહી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here