વેલેન્ટાઈન એટલે સમગ્ર દુનિયામાં પ્રેમનો દિવસ પરંતુ આ દિવસે જમ્મુ કાશ્મીરના પુલાવામાં CRPF ના કાફલા ઉપર 200 કિલોગ્રામથી વધુ RDX થી બ્લાસ્ટ કરી ને આપના વીર સૈનિકો ને મારવામાં આવ્યા, જેનો જવાબ હિન્દુસ્તાનની અદભુત બેમિસાલ અને દુનિયાની ચોથી સૌથી મોટી એરફોર્સએ આપ્યો. બાલાકોટમાં 21 મિનિટ સુધી કાર્પેટ બોંબિંગ કહી શકાય તે રીતે પાકિસ્તાન ઉપર આપણે ઇટ નો જવાબ પથ્થર થી આપ્યો.
ત્યારે આ મુદ્દે આખું દેશ શહીદો ના શોક મનાવતું હતું ત્યારે દેશના વડાપ્રધાન એ અમુક ચૂંનાવી રેલીઓમાં વ્યસ્ત હતા, જેથી સ્વાભાવિક રીતે દેશ અને વિપક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર સવાલો કરી રહ્યું હતું.
નરેન્દ્ર મોદી પોતાની તમામ રેલીમાં એક વાત કહી રહ્યા હતા કે પાકિસ્તાન ને જવાબ આપીશું એ વાતનું રટણ હમેશા કરતા રહ્યા.
જ્યારે આપણી સેનાએ પાકિસ્તાનને જવાબ આપ્યો એ દિવસે વડાપ્રધાન મોદી રાજસ્થાન માં રેલી સંબોધતા કહ્યું મેં દેશ નહીં ઝુકને દૂગા. મેરા વચન હે ભારતમાં કો.
આ બાદ ભાજપ ના જ નેતા યેદુરપ્પાએ કહ્યું કે પોતાના રાજ્યમાં ભાજપ 28 માંથી 22 સીટો એર સર્જિકલના લિદ્ધે જીતસે.
આ ઉપરાંત ભાજપ આઇટી સેલ એ આ સર્જિકલની ક્રેડીટ સીધી નરેન્દ્ર મોદી સરકાર ને આપવાની ચાલુ કરી દીધી જેમાં એવું પણ કેહવામાં આવતું ‘પાકિસ્તાન કબ્ર તુમ્હારી ખોદી હે, ક્યોંકી દેશમે અબ મોદી હે.
ઉપરાંત છેલ્લા ઘણી રેલીઓમાં ભાજપના તમામ નેતાઓ સર્જીકલ એર સ્ટ્રાયકનું શુભકામનાઓ મોદીને આપી રહ્યા છે.
આ પેહલા પણ જ્યારે ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાયક કરવામાં આવી હતી જેનો ભરપૂર ફાયદો ભાજપએ ઉત્તરપ્રદેશમાં ઉઠાવ્યો હતો.
જો કે અનુભવીઓ ના મતેં આ એર સર્જિકલનો ભાજપ ને ફાયદો ચોક્ક્સ થશે પણ એ ફાયદો યુપી-બિહાર અને શહેરી વિસ્તારોમાં થશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં માં આનો કોઈ ફરક નહિ પડે.
પરંતુ એક વાત તમને અહીં જણાવી દવ કે યુપીમાં કોંગ્રેસએ મરણીયો જંગ ખેલવા માટે પ્રિયંકા ગાંધીને ઉતાર્યા છે. જેમને સીધો મુકાબલો ભાજપના વરિષ્ઠ નેતા સાથે થશે અને એમાં પણ ભાજપ આ સર્જીકલ નો ભરપૂર ફાયદો ઉઠાવશે.
નરેન્દ્ર મોદીની એક શૈલી એ રહી છે કે તેમને 2010 બાદ મોટાભાગની ચૂંટની ની રેલીઓમાં પાકિસ્તાનનું નામ લઈને જ કોંગ્રેસ ઉપર આક્રમણ કરે છે.
2012 માં ગુજરાત ચૂંટણી વખતે પણ સરક્રિકના મૂદે કોંગ્રેસ ને ઘેરી હતી,જોકે ત્યારબાદ 2 વર્ષ કોંગ્રેસની સરકાર હોવા છતાં સરક્રિકનું નામ નથી લીધું.
2014 ની ચૂંટણીમાં પણ પાકિસ્તાનનું નામ લઈ લઈ ને ઘેરી હતી તે વખતે આપણા સૈનિક હેમરાજનું માથું પાકિસ્તાનિઓ કાપી ગયા ત્યારે એક ના બદલે 10 માથા ની વાત ખુબજ કરતા,જેનો ભાજપ ને ચોખ્ખો ફાયદો મળ્યો.
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ની મુલાકાતે આવવાના છે ત્યારે અહીં પણ ભાજપએ તૈયારી કરી લીધી છે. જોઈએ હવે કાલે.