આ 5 સાઉથ ના સુપરસ્ટાર ક્યારેય બોલિવૂડ માં ફિલ્મો નથી કરવા માંગતા,જાણો એવું તો શું હશે કારણ,જાણો અહીં..

મિત્રો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આજે બોલીવુડ કરતાં પણ ઘણી આગળ નીકળી ગઈ છે હિન્દી ફિલ્મ કલાકારો હવે સાઉથ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા રાખતાં હોય છે ત્યારે એવામાં આજે અમે તમને જણાવીશું સાઉથ ના એવા સ્ટાર્સ કે જેઓ ઘસી ને કહી દીધું હતું કે તેમને બોલીવુડમાં આવવાનો કોઈ સોખજ નથી આવો જાણી તેમના વિશે.

મહેશ બાબુ.

મહેશ બાબુ પોતાના સરળ અને ડેસિંગ લૂક ને કારણે તે ખુબજ ચર્ચિત મહેશ ની એક્ટિંગ પણ ખુબજ જોરદાર છે.લગભગ બે વર્ષ પહેલા એવા સમાચાર સાંભળવામાં આવી રહ્યા હતા કે આ ફિલ્મ બિઝનેસમેન ની હિન્દી રિમેક બનવા જઈ રહી છે અને આ ફિલ્મમાં અભિનેતા મહેશ બાબુ મુખ્ય ભૂમિકા ભજવશે. પરંતુ મહેશ બાબુ એ તો ચોખ્ખું કહી દીધું હતું કે બોલીવુડની તેમને કોઈ ઈચ્છા છે નહીં.

અનુષ્કા શેટ્ટી.

અનુષ્કા ને કોણ નથી ઓળખતું તે પેહલાં થીજ ખુબજ લોકપ્રિય હતી પરંતુ બાહુબલી બાદ તે વધારે લોકપ્રિય થઈ.અનુષ્કા શેટ્ટી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે.એક ઇન્ટરવ્યુ દરમિયાન અનુષ્કાને બોલિવૂડ પ્રોજેક્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અનુષ્કાએ સ્પષ્ટ ઇનકાર કરતાં કહ્યું કે હાલમાં તેની પાસે ઘણી બધી તમિલ અને તેલુગુ ફિલ્મો છે.અને અહીં લોકો નું ખુબજ પ્રેમ મળે છે માટે અન્ય સ્થાને જવાની ઈચ્છા નથી.

અલ્લુ અર્જુન.

મિત્રો અલ્લુ અર્જુન આજે કોણ નથી ઓળખતું ભલભલા બોલીવુડ સ્ટર્સ ને પણ પાછડે તેવી ફિલ્મો અલ્લુ આપે છે.અલ્લુ અર્જુન સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ખૂબ પ્રખ્યાત અભિનેતા છે.તેની ફેન ફોલોવિંગ માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ આખા ભારતમાં છે.સમગ્ર ભારતમાં અલ્લુ અર્જુનના ફેન જોવા મળે છે.આજકાલના સમયમાં અલ્લુ અર્જુન ખૂબ જ લોકપ્રિય નામ બની ગયું છે.અલ્લુ અર્જુનની એક્ટિંગના બધા લોકો અને તેમના ડાન્સ મૂવ્સ ના દિવાના છે.હલમાંજ રામુલો નામથી એક સોન્ગ જે ખુબજ ફેમસ થઈ રહ્યું છે.અલ્લુ ને અત્યારે બોલીવુડમક કોઈપણ પ્રકારની બોલીવુડમાં આવાની ઈચ્છા છે નહીં.

નાગા ચૈતન્ય.

નાગાઅર્જુન ને તો તમે જાણતાં જ હશો.ચૈતન્ય સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા નાગાર્જુનનો પુત્ર છે.આજના સમયમાં નાગા ચૈતન્ય ફક્ત ફિલ્મોમાં અને ફક્ત પ્રાદેશિક ફિલ્મોમાં જ કામ કરવા માંગે છે.હાલમાં તેની હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કરવાની કોઈ યોજના નથી.જોકે તેઓએ તો સાફ સાફ કહી દીધું છે કે મને અન્ય ફિલ્મ જગત માં કામ કરવાની ઈચ્છા જ નથી.

નિવિન પોલી.

મિત્રો ઘણી વખતે એવું બની શકતું હોય છે કે સાઉથ ના સુપરહિટ મુવી તમે જોતા હોય છે.પરંતુ તે હીરો ના નામ તમને ખબર હોતી નથી નીવીન નું નામ પણ એવાજ હીરો માં આવે છે.નિવીન પૌલી એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ખૂબ જાણીતું નામ છે.નિવિન ને ઘણા લોકો પસંદ કરે છે હિન્દી સિનેમામાં ઘણા ઓછા લોકો નિવિનને જાણે છે.નીવિનનો હમણાંથી હિન્દી ફિલ્મ જગતમાં એન્ટ્રી લેવાનો પણ કોઈ ઇરાદો નથી. તે પોતાનું ધ્યાન ફક્ત પ્રાદેશિક સિનેમામાં જ કેન્દ્રિત કરવા માંગે છે.તેમને એવું પણ કહ્યું હતું કે અહીં જ એટલો પ્રેમ છે કે બીજે ક્યાંય જવાની ઈચ્છા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here